Smt. R. S. M. Poonawala Sarvajanik Experimental School

Teachers Day -2023


Teachers Day -2023

Secondary

એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પરંપરાગત રીતે શાળાના વિદ્યાર્થીઓએ ઉમંગભેર સ્વયં શિક્ષણ કાર્ય કરીને શિક્ષક દિનની ઉજવણી કરી. ઉત્તમ શિક્ષણ કાર્ય કરનાર વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું. ઝોન કક્ષાએ શાળાની વોલીબોલ અને ખો-ખો માં ચેમ્પિયન બનેલી ટીમના તમામ ખેલાડીઓને લાઇન્સ ક્લબના સૌજન્યથી ગોલ્ડ મેડલ પહેરાવી સન્માનિત કર્યા. શાળામાં આચાર્યથી માંડી સેવક સુધીના તમામ શિક્ષકો અને કર્મચારીઓનું વિદ્યાર્થીઓએ "ટ્રી પ્લાન્ટ" અર્પણ કરીને સન્માન કર્યું. શિક્ષક દિન નિમિત્તે શાળાના લુથરા હોલમાં શિક્ષિકા બહેનો દ્વારા સુંદર પ્રાર્થના સંચાલન બાદ, વિદ્યાર્થીએ પોતાના સ્વયં શિક્ષણ અંગે ઉમદા વિચારો પ્રગટ કરીને સૌ ગુરુજનો પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો. તદ ઉપરાંત વાલી શિક્ષક મંડળના પ્રમુખશ્રી સીએ ચિંતનભાઈ મારફતિયા તથા સર્વે હોદ્દેદારોએ આચાર્યશ્રી કિશોરકુમાર જાની સહિત તમામ શિક્ષકો અને કર્મચારીઓને સરસ્વતી માતાની ચાંદીની મૂર્તિ સ્મૃતિભેટ રૂપે અર્પિત કરી શિક્ષક દિન નિમિત્તે શાળા પરિવાર પ્રત્યે આદરભાવ દર્શાવી અનોખું ઉદાહરણ પૂરું પાડેલ છે.

 

Click Here....... For Photo Gallery